बुधवार, 17 अगस्त 2016

ગુરૂ ગ્રહ

ગુરૂ શરીરે ચરબીપ્રધાન સાધારણ લાલ વર્ણનો પીળી આંખો વાળો છે.કઈક ગોરો તથા કફપ્રધાન પ્રકૃતિવાળો ગુરૂ અત્યંત બુદ્ધિ અને જ્ઞાન નો ભંડાર જેવો છે. મોટું કપાળ તથા સ્થુળ શરીર ધારણ કરે છે. ગંભીર વાણી છે.શરીરના અવયવો સ્થુળ અને મોટા , મોટી દાઢી તથા ગોરા શરીર વાળો અને મજબુત સાંધાવાળો હોય છે.

કેપ્શન ઉમેરો
    ગુરુની ઉમર ૩૦ વર્ષની ગણવામાં આવે છે. વાડી તે સત્વગુણવાડો હોવાથી શાંત પ્રકૃતીવાળો તેમજ ઉદાર તથા માયાળુ સ્વભાવ વાળો હોય છે. સત્ય,જ્ઞાન,દાન,દયા,ધર્મ,તથા તપ પ્રત્યે ભાવનાશીલ, ધાર્મિક વૃતીવાળો હોય છે. દરેકને લાભ આપનાર અને  પારકાના સુખમાં સુખી થનાર તથા મિઠી વાણીવાળો હોય છે. ગંભીરતાથી વાત કરનાર તથા પરોપકારમાં રાજી રહેનાર હોય છે તથા યશ તેમજ કીર્તિ ને પામે છે.  જો ગુરૂ બળવાન હોય તો માણસ મીઠાસથી વાત કરનાર, દરેક પર પ્રીતિ રાખનાર,સત્યને ચાહનાર, ઉદાર, માયાળુ, તથા ઉપકારક વૃતીવાળો થાઈ છે. આ માણસ ઉતમ ગુણોના ભંડાર રૂપ તથા પ્રમાણિક હોય છે. તેમજ તેને પ્રત્યેક ધર્મમાં સફળતા ઉપરાંત પ્રતિષ્ઠા મળે છે. તે પોતે ખોટા કાર્યોને ધીક્કારનારો નમ્ર તથા શરમાળ સ્વભાવનો હોય છે.  જો ગુરૂ નિર્બળ હોય તો માણસ વધારે આડંબર રાખનાર તથા મૂર્ખ હોય છે. ઘણીવાર ધર્મના નામે ધતિંગ ચલાવે છે અને પોતાના અજ્ઞાનને ઢાંકવા ખોટાનો આશ્રય લે છે. દરકાર વગરનો અને લાગણીશૂન્ય  હોય છે. તથા ખોટો ધર્મનો અચળો ઓઢી અધર્મમાં રચ્યોપચ્યો રહે છે. દરેક કાર્યમાં તે પોતાનું દોઢડહાપણ કરે છે, અને પોતાની જાડી બુદ્ધિ તેમજ બેદરકારીનાં કારણે હેરાન થાય છે.

        જો ગુરૂ ખરાબ હોય તો છાતી, ફેફસા,સાંધા, લીવર, નસો, તથા પાસડાનાં દર્દો, લોહી વિકાર,તાવ, અને દુઃખાવો વગેરે રોગો માણસને થાઈ છે તથા કોઈક કોઈક વાર તો અનિયમિતતાને લીધે તબિયત બગડે છે.વળી  પગે થતા રોગોથી સંભાળવું જોઈએ. ઝાડા-ઉલટી અથવા બરડાનો દુઃખાવો પણ થાય.     ગુરૂ પુરુષ ગ્રહ છે તથા તે ઋગ્વેદનો અધિપતિ છે.તેની જાતી બ્રાહ્મણ છે,   તેનો રંગ પીળો છે, ગુરુનો સ્વામી ઇન્દ્ર છે તથા તે પોતે ઇશાન ખૂણાનું અધિપત્ય ધરાવે છે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें