रविवार, 10 जनवरी 2016

મંગળનો સ્થાન પર પ્રભાવ

    મંગળ સાતમે બળવાન હોય તેવી વ્યકીનો વિવાહ વિલંબથી અથવા ઘણી ઓછી ઉમરે થાય છે, સાતમે ઉચ્ચનો મંગળ વાળી વ્યક્તિ જો વિવાહ કરે તો સામેના પાત્રને ગુપ્ત રોગ અથવા (જનિન અંગો )ગુપ્ત અંગોમાં તકલીફ થાય છે.

     આઠમેં મંગળ વાળી વ્યક્તિને ગુહ્યાગોમાં તકલીફ થાય છે, ગુહ્યાગનો અર્થ સ્ત્રીમાં યોની માર્ગ -કમળ-ગર્ભાશય, પુરુષોમાં પ્રોસ્ટેટ -અંડકોશો,મૂત્રાશય માં તકલીફ વગેરે થાય છે.

     હરસ,મસા,ભંગદર વગેરે રોગો આઠમે મંગળ અથવા મંગળનો આઠમાં સ્થાન ઉપર દ્રષ્ટી વગેરેના યોગોથી થતો યોગ છે જે ઉપરોક્ત દર્દોમાં કારણભૂત છે.

     મંગળ બારમે હોય તે બળવાન હોય તેવી વ્યકીમાં એક વિશેષ ગુણ હોય છે, સામેના પાત્રને નિર્બળ બનાવેછે, તથા શુક્રક્ષયના હિસાબે ટીબી , કમળો, રક્તકણોની કમી  વગેરે થાય છે.જેનાથી જો એક પાત્રને મંગળ ૧૨ બારમે હોય જયારે સામે પાત્રને ના હોય તો આવું વિશેષ પ્રકારે બનતું હોય છે.

     પુરુષને મંગળ ૧૨ બારમે બળવાન હોય તથા સ્ત્રીને ના હોય ત્યારે તે પુરુષને પત્ની ઓછા રક્તકણ, અશક્ત,  લોહીનું પ્રમાણ ઘટવું ,  કમરનો દુઃખાવો, શરીરનું જલાઈ જવું. વગેરે  જવર (તાવ) ની બીમારીનો ભોગ બનેછે.

    જયારે પુરુષને મંગળ ના હોય અને સ્ત્રીને મંગળ હોય તો પુરુષ ને કમજોરી,  ક્રોધ,  ટીબી,  ડાયાબિટીસ,  પેશાબમાં રસી,પેડુમાં દુઃખાવો,  પુરૂષાતનમાં કમી ,  સ્થંભન શક્તિ ઓછી,  ચક્કર આવવા વગેરે ના વ્યાધી (રોગ) થી પીડાય છે,

   મીત્રો મંગળ ની અલગ અલગ ગ્રહોની યુતિથી મળતા ફળની આગળ ચર્ચા કરીશું ............... 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें